NEW POST

Constitution of India Question-Answer 1 - 20

ભારતનું બંધારણ સવાલ-જવાબ 


1 to 20


                             ભારતનું રાજચિહ્ન


પ્ર. 1 ) ભારતના બંધારણની પ્રસ્તાવનાને કોણ ' બંધારણની રાજનૈતિક કુંડળી ' ગણાવે છે ? 

જવાબ:- કે.એમ.મુનશી


પ્ર. 2 ) ભારતીય બંધારણની પ્રસ્તાવનાને ' આપણા દીર્ઘકાલીન સ્વપ્નોનો વિચાર ' તરીકે કોણ ઓળખાવે છે ? 

જવાબ:- સર અલાદી કૃષ્ણસ્વામી ઐયર


પ્ર. 3 ) અત્યાર સુધી પ્રસ્તાવનામાં કેટલી વાર સંશોધન કરવામાં આવેલ છે ? 

જવાબ:- એક


પ્ર. 4 ) કયા બંધારણીય સુધારા અધિનિયમ અંતર્ગત પ્રસ્તાવનામાં સમાજવાદી , બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા શબ્દો ઉમેરવામાં આવ્યા છે ? 

જવાબ:- 42 માં બંધારણીય સુધારા અધિનિયમ, 1976


પ્ર. 5 ) કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે પ્રસ્તાવના બંધારણનો ભાગ નથી ? 

જવાબ:- બેરૂબારી યુનિયન કેસ , 1960


પ્ર. 6 ) કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે પ્રસ્તાવના બંધારણનો ભાગ છે ? 

જવાબ:- કેશવાનંદ ભારતી વિ. કેરલ રાજ્ય , 1973


પ્ર. 7 ) બંધારણની કઈ કલમ અંતર્ગત પ્રસ્તાવનામાં સંશોધન થઈ શકે છે ? 

જવાબ:- અનુચ્છેદ - 368


પ્ર. 8 ) ભારતના બંધારણમાં નાગરિકોની મૂળભૂત ફરજોની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ? 

જવાબ:- રશિયાના


પ્ર. 9 ) ભારતીય બંધારણમાં કટોકટીની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ? 

જવાબ:- જર્મની


પ્ર. 10 ) બંધારણ સંશોધનની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ? 

જવાબ:- દક્ષિણ આફ્રિકાના




પ્ર. 11 ) પ્રાકલન સમિતિમાં કેટલા સદસ્યો હોય છે ? 

જવાબ:- 30 બધા જ લોકસભાના


પ્ર.12 ) સાર્વજનિક ઉપક્રમ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 

જવાબ:- 22 લોકસભાના 15 અને રાજયસભાના 7 


પ્ર. 13 ) કઈ સમિતિમાં કોઈ મંત્રી સભ્યપદે રહી શકતો નથી? 

જવાબ:- નાણાંકીય સમિતિઓમાં


પ્ર. 14 ) સંસદની નાણાકીય સમિતિઓ કઈ કઈ છે? 

જવાબ:- જાહેર હિસાબ સમિતિ, પ્રાકલન સમિતિ અને સાર્વજનિક ઉપક્રમ સમિતિ 


પ્ર. 15 ) લોકસભાની કાર્યમંત્રણા સમિતિમાં કેટલા સદસ્યો હોય છે? 

જવાબ:- 15


પ્ર. 16 ) સાંસદોના વેતન અને ભથ્થા સંબંધી સમિતિમાં કેટલા સદસ્યો હોય છે?

જવાબ:- લોકસભાના 10 અને રાજયસભાના 5 


પ્ર. 17 ) આવાસ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 

જવાબ:- લોકસભાની સમિતિમાં 12 અને રાજયસભાની સમિતિમાં 12


પ્ર. 18 ) મહિલા સશક્તીકરણ સમિતિનું ગઠન ક્યારે કરવામાં આવ્યું? 

જવાબ:- ઇ.સ.1997 


પ્ર. 19 ) મહિલા સશક્તીકરણ સમિતિના સદસ્યો સંખ્યા કેટલા હોય છે.? 

જવાબ:- લોકસભાના 20 અને રાજયસભાના 10


પ્ર. 20 ) સંસદની વિભાગીય સમિતિઓ હાલ માં કેટલી છે.? 

જવાબ:- 24

Comments